મંદિર

મંદિર  

 

મંદિર એ હિન્દુ સંસ્કૃતિની શાન અને પહેચાન છે. 
હમ સનાતની હિન્દુ હમારી મંદિર હૈ પહેચાન – મંદિર વિશેની મહિમાવંતી માહિતી જાણવા ને માણવા યોગ્ય લિન્ક:  http://www.swaminarayan.org/gujarati/satsang/2006/2209.htm

આપણે સાવ પૃથ્વીના પાર્થિવ માનવો જ છીએ.  હું તો કહું છુ _ કે તમે મંદિરમાં જાવ. મંદિર એ અંધશ્રદ્ધાનું સ્થાન નથી. આપણે નમ્રતા અને પશ્ચાત્તાપની ભાવનાથી મંદિરમાં જવું જોઈએ. ભક્તોના મનમાં મંદિર અને મૂર્તિઓ પથ્થરની ઈમારત નથી પરંતુ તેમના મનમાં તો આ ચૈતન્ય તત્ત્વ છે. મંદિરોને તોડવાં (કે તેના ગૌરવને હણવું) એ તો આપણા ધર્મનો જ વિનાશ છે, કારણ કે મંદિર એ આપણી ધાર્મિક સભ્યતાનું સંગ્રહસ્થાન છે. લાખો-કરોડો હિન્દુઓ આ મંદિરો દ્વારા આશ્વાસન અને શાંતિ પામે છે, આ મંદિરોને જમીનદોસ્ત કર્યા પછી જો જો કે, કેવાં ભયાનક પરિણામો આપણને પ્રાપ્ત થાય છે.મહાત્મા ગાંધી

સર્વોપરી શ્રીહરિના અખંડ ધારક સંત શિરોમણી ને વિશ્વ વિભૂતિ એવા ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે  દેશ દેશાવર મનોહર મંદિરોનું વિક્રમકારી સર્જન http://www.akshardham.com/news/2007/guinnessworldrecord/%20index.htm કરીને સનાતની હિન્દુ સંસ્કૃતિના પાયા પાતાળે નાખ્યાં છે.  મંદિરની ભવ્યતા ને દિવ્યતા નીરખીને તેમજ  મનની સ્થિરતા માટે મંદિરની મહત્તા અને અનિવાર્યતા અનુભવીને દિલ  આમ અહોભાવ વ્યક્ત કરે છે.    

ચગડોળ ચોરાશીનું ફરતું કરી અંતર અસ્થિર
થતું મન સ્થિર નીરખી મનહર હરિવર મંદિર

મનુજ ભટકે વાસનામયી વણઝારે થૈ અધીર
મંઝિલ ભાળે મુકામ મધુર મારગ ખડું  મંદિર

મોહાંધ નયનાને નવ રે મળે આરામ લગીર
આનંદ અપાર રે દ્રષ્ટિમહીં છલકાવતું મંદિર

ભૌતિક ભોગ શી ભઠ્ઠીએ જ્યાં સળગતું શરીર
હેમાળાની હૂંફ હિમે  હૈયાને  હરખાવતું મંદિર

ખેવનાના ખેતરિયે  વવાયે વેર ખોટા ગંભીર
ઉર કેરા ઉદ્યાને અમીવેલ રે ખીલવતું મંદિર

ભૂલભૂલામણી ભવની ભુલાવે રામ ને કબીર
હરિઅક્ષરના મિલન કેરો મુલક બનતું મંદિર

માયા મઝધારે  અટવાઈ ડૂબે  વડીલ સગીર
નાવિક બને સત્પુરુષને  ને નૌકા થાતું મંદિર

સ્વારથ સ્વભાવે પરપીડા કાજે જાણે બધીર
સેવા સદભાવ તણો ઘંટારવ ગુંજવતું મંદિર

કળિકાળ  કારખાને કચડાયે  કપટી ને  ફકીર
સંસ્કૃતિનું  સ્થાયી  સ્મારક સદા  સરતું મંદિર

શ્રધ્ધાહીન જીવ રે જીવે ભુલીને કંચન કથીર
મન દિલમાં હરિ હીર શીલ પધરાવતું મંદિર

Advertisements
Published in: on ડિસેમ્બર 29, 2007 at 1:26 એ એમ (am)  ટિપ્પણી આપો  

જીવતર મારું કર્યું પાવન

જીવતર મારું કર્યું પાવન

 

ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે લાખો હરિભક્તોના જીવતર માવતરની જેમ હાથ ઝાલીને પાવન કર્યાં છે ને લખચોરાશીના ભાર હર્યા છે.  સેવારૂપી ભક્તિના ભાથાં ભરાવીને ને દાસભાવે ભગવાન ભજાવીને સહુના ઘટમાં નાથ સજાવ્યા છે.  સહજાનંદી શાશ્વત સુખડાંનો અંગોઅંગ આનંદ અનુભવતું દિલ આમ ગુણાતીત ગાનનું ગુંજન કરે છે..       

જીવતર મારું કર્યું પાવન
ગુરુ પ્રમુખે હાથ ઝાલી રે

અઢળક સુખડાં ગુરુ સંગત
અંગ આનંદ નવ માયે રે

ભક્તિ સેવા ભરાવી ભાથે
અહમ્ મમત નવ માથે રે

મન માંદગી મટાડી મારી
મોટપ મહારાજની આણી રે

હરતો ફરતો હરજી લાધ્યો
ભવ ફેરાંનો ભય ભાગ્યો રે

દિલ પ્રમુખ પ્રેમમાં પાગલ
ગીત ગુણાતીતના ગાયે રે

Published in: on ડિસેમ્બર 29, 2007 at 12:46 એ એમ (am)  ટિપ્પણી આપો  

જિંદગી રંગી મેં સત્ સંગથી રે

જિંદગી રંગી મેં સત્ સંગથી રે

 

ભવોભવથી ભગવાનને ભૂલીને ભટકેલ દિલ  જ્યારે ગુણાતીત ગુરુહરિના ઘટમાં પ્રગટ પ્રભુને દર્શે છે ત્યારે ચહુધામની યાત્રા કે જપ તપ વિના જ  પ્રભુ પામ્યાનો અહેસાસ કરીને ઘટમાં ઘનશ્યામને ધારે છે ને  સત્સંગથી જિંદગી રંગીને  ઊંચી મેડી રે મારા સંતની રે કૈંક એ ઢાળમાં મન દિલમાં મંદિર બન્યાનો આનંદ  આમ અભિવ્યક્ત કરે છે…   

હે જિંદગી રંગી મેં સત્ સંગથી રે
એ તો ધારી ઘટ ઘનશ્યામ.. હો શ્યામ
જિંદગી રંગી..

લખ રે ચોરાશી માંહે ભટક્યો
ભૂલીને ભવભવ રે ભગવાન
ભગ પામ્યો હરિ સંત સુજાણ
દર્શ્યાં પ્રમુખઘટ પ્રગટ શ્યામ.. હો શ્યામ
જિંદગી રંગી..

ધરમ ભક્તિના કરમ આદર્યાં
ભાવે ગાયા રે ગુણાતીતગાન
વચન વર્તમાન વર્તને આચર્યાં
મંદિર બન્યાં મન દિલ આમ.. હો શ્યામ
જિંદગી રંગી..

નહિ જપતપ નહિ હોમહવન
નહિ જોયાં હિમાળો ચહુધામ
ગુરુદુઆએ દિલ ફેરાં ફળિયાં
લભ્યાં પ્રભુ પ્રમુખમાં સાક્ષાત્..હો શ્યામ
જિંદગી રંગી..

હે જિંદગી રંગી મેં સત્ સંગથી રે
એ તો ધારી ઘટ ઘનશ્યામ.. હો શ્યામ
જિંદગી રંગી..

Published in: on ડિસેમ્બર 29, 2007 at 12:28 એ એમ (am)  ટિપ્પણી આપો  

ઓલિયો પ્રગટે છે

ઓલિયો પ્રગટે છે

ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ માગશર સુદ આઠમના આજના શુભ દિને 87મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે  પરાર્થે પળેપળ જીવતા આ ભગવાધારી સંતવિભૂતિ ઓલિયા એવા ગુરુવર અક્ષર પ્રતિ દિલ  આમ અહોભાવ પ્રગટ કરે છે..     

પ્રભુ છે પ્રમુખને પ્રાણથીય પ્યારા ને મંદિરમાં એમના પ્રાણ પ્રગટે છે
મૃત્યુલોકે છો મનુજ રૂપે વિચરતા પ્રભાવમાં પ્રભુ દિવ્યભાવ પ્રગટે છે

વ્યહેવારુ વિચક્ષણ વર્તને વદતા  આચાર વિચારે  સદાચાર પ્રગટે છે
નેહ કુનેહ શ્રાવણમેહ થૈ પલાળતા વેરાન જીવને વનરાવન પ્રગટે છે

વેરતા ફરતા દયા દુઆભરી દ્રષ્ટિ  કૃપા કરુણા નયનો માંહી  છલકે છે
મુખે મલકાતો મહારાજ મહિમા મન વચન કર્મે ગુરુ ગરિમા પ્રગટે છે

પર સેવા કાજ  પરસેવાથી પલડે ને ચહેરે હળવાશ નવરાશ મલકે છે
ખુલ્લી કિતાબ શું સદા જીવતા પાને પાને પ્રવૃત્તિ પરોપકારી પ્રગટે છે

માયામઝધારે શિષ્યજનના સુકાની હેતલ હલેસે ભક્તિ ભરતી વહે છે
લીલા લહેરે લપેટી ઓવારે આણતા દુન્યવી દવે હૂંફ હિમાળો પ્રગટે છે

ભગવાધારી ભોમિયો ભગવાન ધારી સૃષ્ટિસફરે મોક્ષ મંઝિલ બને છે
બસ મન દિલમહીં મંદિર કરવા પ્રમુખ અક્ષર પ્રભુ ઓલિયો પ્રગટે છે

Published in: on ડિસેમ્બર 17, 2007 at 5:37 એ એમ (am)  ટિપ્પણી આપો  

નવયુગના યોગી

નવયુગના યોગી

 

ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ જેટલા સાધુતામાં શિરમોર છે એટલા જ  સત્સંગીજનની સાંસારિક સમસ્યાઓ ઉકેલવામાં વ્યવહારકુશળ પણ છે.  શાસ્ત્રીજી મહારાજે બીએપીએસ સંસ્થાની ચાદર ઓઢાડીને જે પ્રમુખ પદવી સોંપી એને એમણે નેહ કુનેહના બળે જગતભરમાં આદર અપાવી નવયુગના જોગી બનીને ઝગમગતી કરી છે.  દેશ દેશાવર ભગવી સેના સંગે વિચરી ભોગવાદના ભરડામાં ભુલાતી જતી ભગવાન પ્રત્યેની ભક્તિને સેવાના શણગારથી સત્કારી સમાજમાં સંસ્કારિકતા સ્થાપવામાં વિજેતા નીવડેલા ને સત્સંગીજનોના જનેતા બનેલા આ વિશ્વનેતા શા સાધુ શિરોમણી પ્રતિ દિલ  આમ અહોભાવના અભિવ્યક્ત કરે છે…            

શાસ્ત્રી યોગી તવ પ્રમુખ સંતન્ સોગાત  કળિયુગમાં ઓપી
સાધુ શિરમોર એ તો ઝળહળે જગે જાણે નવજુગના જોગી
માયા મમત મદ માન મુકાવી  કરે સૌને  બ્રહ્મરસના ભોગી
સેવા સત્સંગ દુઆ દવા આણી ઉગારે એ ભવભવના રોગી

ભગવાધારી ગુરુ ગુણાતીત નવયુગના યોગી
ભગવાનધારી પ્રમુખસ્વામી નવયુગના યોગી

સાધુતાએ હર્યાભર્યા એહ નેહ કુનેહના કસબી
ભવ વહેવાર બેઉ સુધારતા નવયુગના યોગી

જગ જંજાળે જીવતા તોયે જુદા રહેતા જગથી
દેશ દેશાવર સદા વિચરતા નવયુગના યોગી

તર્ક તજાવે તાર્કિક તણા સીંચી શ્રધ્ધા જળથી
મંદિર મોટા વિજ્ઞાને મઢતા નવયુગના યોગી

માન અપમાન માંહે સજતા સમબુધ્ધિ મનથી
કૃપા કરુણા કલ્યાણ કાંક્ષતા નવયુગના યોગી

હિન્દુ ધર્મે પ્રગટ અક્ષર ને બાપ્સપ્રમુખ પદથી
લોક પરલોક પ્રેમે ઉજાળતા નવયુગના યોગી

કમાલ જાદુ કરતા કરથી  કલમ માળા પકડી
સંસાર સવાલ સહુ ઉકેલતા નવયુગના યોગી

રંગરાગ ઉતારી એ તો રંગે ભગવારંગી ભક્તિ
સંસ્કાર ઓજસ અંગે ભરતા નવયુગના યોગી

સત્સંગ સેવા સંપ સજાવી ધર્મ ધરાવી ઘટથી
મન દિલમાંહે મંદિર સર્જતા નવયુગના યોગી

સહજાનંદી સંત પ્રમુખ છો પ્રગટ્યા જનરૂપથી
દિલ દર્શે અક્ષર થૈ ઓપતા નવયુગના યોગી

Published in: on ડિસેમ્બર 8, 2007 at 7:58 એ એમ (am)  ટિપ્પણી આપો  

થૈ પ્રમુખપ્રેમી પતંગિયું ઉડવું ગમે

થૈ પ્રમુખપ્રેમી પતંગિયું ઉડવું ગમે

 

અક્ષરના બાગમાં પતંગિયું બનીને ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમમાં ગરકાવ થવા માગતું ને ઘટભર્યું હેતલ અમી ચૂસવા ચાહતું  દિલ   પોતાની મનોભાવના આ રીતે વ્યક્ત કરે છે…    

અક્ષર ઉદ્યાને થૈ પ્રમુખપ્રેમી પતંગિયું ઉડવું ગમે
બેસી તવ પાંપણે કીકીમાંહે શ્રીહરિને દર્શવું ગમે

કરી ઉડાઉડ આભે પંચવિષયી રસ ફીક્કા પીધાં
ચીપકી કંઠીએ હેતલ અમી ઘટભર્યું ચૂસવું ગમે

વિલસી વાસના વાડે વિત્તવડ ડાળે ઝૂલા લીધા
કુટિર કૂબા મંદિરે વિચરતા તુજ ડગે ભમવું ગમે

મેઘધનુષી ફેલફતૂર ફળ ફૂલ ફાગણ ફાલ દીઠાં
ભગવા પારિજાતક  પ્રમુખ ગાતરિયે રમવું ગમે

કુસંગકંટ માયામળે મોહી જીવનસર ખારા કીધા
માળામેર થઈ ફરી ગુરુ હસ્તે કલ્યાણ રળવું ગમે

કરી મન દિલને મંદિર સુમન પ્રમુખપૂજામાં રહું
અક્ષર અમીએ ભરી દિલ હરિવરમાં ભળવું ગમે

Published in: on ડિસેમ્બર 8, 2007 at 7:24 એ એમ (am)  ટિપ્પણી આપો  

પ્રગટ રે પરખિયું

પ્રગટ રે પરખિયું

 

આજના શુભ દિને ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ લૌકિક રીતે 88મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે એમના રોમ રોમમાં પ્રભુને પ્રગટ પરખીને ને હરતાફરતા હરજીની જ હસ્તિ નીરખીને ધન્યતા અનુભવતું દિલ પુલકિત થઈને જન્મદિનની શુભેચ્છા પાઠવે છે ને સદા દિવ્યભાવ વર્તાય એ માટે આમ પ્રાર્થે છે…  

હરિ ચિંતામણી પ્રાર્થના ફળી વાસના બળી
શુભ સોહામણી સાધના મળી લાલસા ટળી  
ભુલભુલામણી ભોમમાં વળી ભોમિયો મળ્યો 
દિલ  પાવન પ્રભુજી પ્રમુખમહીં પ્રગટ કળી 

દિલ દ્રગે નિરખ્યાં જ્યાં સ્વામી નારાયણસ્વરૂપને
પ્રગટ રે પરખિયું  અહા  સ્વામિનારાયણ સ્વરૂપને

તન દીસે જન સરીખું છતાંયે માંહી મહારાજ મળે
નૈન નજરું એવી ચહું નિર્દોષ ભાવ જ દર્શને ભળે

મનુજ ચરિતો તુજ  છો ના કળી શકું  માયા નજરે
તર્ક તિજોરી મન કુટિરે શ્રધ્ધા કૂંચી બસ બંધ કરે

અમ સમા થઈ આલોક ભલે ગુરુવર ભલા વિચરે
મનુજભાવ સપનું ને હરતાફરતા હરિ હકીકત ઠરે

વર્તન ઐશ્વર્ય મરમ વદે છો અક્ષર તું છુપાવી ફરે
પ્રભુ પ્રમુખમાં પામતા જીવન  દિલનું દોહ્યલું ફળે

Published in: on ડિસેમ્બર 8, 2007 at 7:02 એ એમ (am)  ટિપ્પણી આપો  

હે મોક્ષને માગવા

હે મોક્ષને માગવા

 

લખચોરાશીની ચગડોળે ચકરાવા મારીને ભોગ ભોમમાં ભવના ભોમિયા કાજે  ભમતા ને મોક્ષને માટે મથતા શિષ્યોના સંઘ મુક્તિદ્વાર શા ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામીને સંગે જાશે એ ભાવમાં  દિલ  ભાવાતુર થઈને હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા કૈંક એ ઢાળમાં આમ વદે છે ને ગુરુવર અક્ષરને વંદે છે..      

હે મોક્ષને માગવા સંત ગુણાતીત સંગ શિષ્યોના સંઘ જાશે
હે  લખચોરાશીએ ભોગ ભોમમાં ભવ ભોમિયો પ્રમુખ થાશે
હે મોક્ષને માગવા..

ભક્તિભરી ભાવના પ્રેમભરી પ્રાર્થના સેવા સત્સંગ જે ભરશે
દયા કેરો દરિયો એ પ્રમુખઘટ ભરિયો તેહ અમી લઈ તરશે
હે મોક્ષને માગવા..

ગુણ દોષો પરહરી વર્તન વર્તમાન ધરી જે શ્રીહરિને ભજશે
ધર્મ અર્થ મોક્ષ કામ  જીવતરે નિશ્ચે  ચાર સિધ્ધિ એ લભશે
હે મોક્ષને માગવા..

સાતસો ને સાઠ શુધ્ધ સંતન્ ને  ગુરુહરિ શું  મુક્તિદ્વાર પાશે
પ્રમુખ વચને વર્તી  રાજીરેડ થઈ વદુ દિલ  પ્રભુ ગુણ ગાશે
હે મોક્ષને માગવા..

હે મોક્ષને માગવા સંત ગુણાતીત સંગ શિષ્યોના સંઘ જાશે
હે  લખચોરાશીએ ભોગ ભોમમાં  ભવ ભોમિયો પ્રમુખ થાશે
હે મોક્ષને માગવા..

Published in: on નવેમ્બર 13, 2007 at 2:28 એ એમ (am)  ટિપ્પણી આપો  

અલગારી આદમી

અલગારી આદમી

 

અલગારી આદમી થઈને આલમમાં વિચરતા ગુણાતીત ગુરુહરિએ મોહ મમતામાં મરતા મોંઘેરા માનવીની માયા મઝધારે ડૂબી રહેલી જીવતરની નાવડીને જ્યારે દરકારની બાલદીથી ઉલેચીને તારી લીધી છે ત્યારે અક્ષર અનુરાગી દિલ  આમ અહોભાવ વ્યક્ત કરે છે.

ભટકી ભવસાગરે અવગણી અમે હરજી હિરની હાટડી
ઝંખી તળ કિનારે  વિષયી તૃષ્ણા  અલંકારની દાબડી
માયા મઝધારે ડુબતી હતી જ્યહીં જીવતરની નાવડી
અક્ષર અવતારે તારી ઉલેચી લઈ દરકારની બાલદી

માયા મમતામાં મરતાં જોઈ મોંઘેરા માનવી
અક્ષર આવ્યાં આલમે થઈ અલગારી આદમી

વિષયી મૃગલા કાજ મૂકી દોટ જ્યાં આંધળી
પ્રેમે પોકાર્યા પ્રમુખે લઈ અધ્યાત્મની વાંસળી

સાર સંસારમાં જોઈ ગ્યાં જ્યાં પ્રભુપથ કાતરી
સંસ્કારે સીંચી આપી એમણે કલ્યાણની ખાતરી

દબાવતી દિલને રાગ-દ્વેષ દિવાલ શી પાંસળી
કૃપામૃતે ઉતાર્યા વિષયવિષ જેમ સાપ કાંચળી

આંજીતી મનડે  અહંકારી  કુકર્મ કટુતા કાજળી
કર્તા-હર્તા હરિ વદી વરસાવી વેદની વાદળી

દિલ રણમાં ઉગી ચાહ જ્યાં મૃગજળી પાંગળી
પ્રભુધારી ભોમિયા પ્રમુખ તમે પકડી આંગળી

Published in: on નવેમ્બર 11, 2007 at 12:07 એ એમ (am)  ટિપ્પણી આપો  

ખીલવો જીવનલતા

ખીલવો જીવનલતા
( છંદ: શિખરિણી )

 

સદાચાર અને સત્સંગના અભાવે પડેલા ધાર્મિકતાના દુકાળે અમી સીંચન દ્વારા જીવનલતા ખીલવવા માગતું દિલ  કલ્પવૃક્ષ સમા ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામીશ્રીને નૂતન વર્ષારંભે આમ પ્રાર્થે છે..  

અમી સિંચો સ્વામી પ્રમુખ ખીલવો જીવનલતા.
તમો  સૃષ્ટિબાગે  અમ  સહુ  તણા  કલ્પતરુ  શા.
રક્ષો   વંટોળિયે  પંચ-વિષયના   જે   પજવતા.
મહિમા  હો  મૂળે   દ્રઢ; અડગ  ને  ઉન્નત  શિખા.

વહો   તું   આશ્રયે  નસનસમહીં   ભક્તિજળ  ને,
સદાયે  ડોલીએ  સચ  સંગ; ખપે  ખાતર જ એ.
રહીએ   ચોપાસે   ફરફર   ધજા   થઈ  ધરમની.
અહંભાવે  ગંદા   નિર્મળ  કરજો    ઝાકળ  બની.

હજો    ડાળે   ડાળે   અક્ષર પુરુષોત્તમ  મહિમા.
સ્મરે પર્ણો લીલા હરિ તણી સદાયે વસંત હો.
પ્રસાદી વ્હેંચીએ   મધુર ફળની  આપસ મહીં.
સૃષ્ટિને દે પુષ્પો ખુશ્બુ તુજ પદે ધન્ય જ બને.

ધર્મ બી દુષ્કાળે   અંકુરિત થજો  બાગ અક્ષરે.
કરી  કૃપા  વર્ષા  ચરમ પળ  લો  શ્રીજી શરણે.

Published in: on નવેમ્બર 10, 2007 at 11:17 પી એમ(pm)  ટિપ્પણી આપો