ભગવાનનું નિમિત્તમાત્રનું દર્શન

ભગવાનનું જે એક નિમિત્તમાત્રનું દર્શન તે ઉપર અનંતકોટિ બ્રહ્માંડનાં જે વિષયસુખ છે તે સર્વેને વારીફેરીને નાખી દઈએ, અને ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે તેટલું સુખ જો અનંતકોટિ બ્રહ્માંડનાં વિષયસુખ ભેળાં કરીએ તો પણ તેના કોટિમા ભાગની બરોબર થાય પણ નહિ…  વચનામૃત સારંગપુર-1  

આ લોકમાં અક્ષરનું સુખ તે શું? જે શુભ સંકલ્પ થાય ને અંતરમાં સુખ વર્ત્યા કરે એ જ. ને જમપુરીના જેવું દુ:ખ તે શું? જે અંતરમાં ભૂંડા ઘાટ થાય ને પીડા થાય એ જ… સ્વામીની વાતો- 1/303 

Advertisements
Published in: on ફેબ્રુવારી 6, 2007 at 5:43 એ એમ (am)  ટિપ્પણી આપો