પ્રમુખ તવ પ્રીત

સદ્ ભાવ અને સંસ્કારને સજીને સંસારમાં સહજાનંદી સારેગમ રેલાવવા ને ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનો પુનિત પ્રેમ પામવા ચાહતું દિલ  આ રીતે પ્રેમલ પોકાર કરે છે..

સેવા ભક્તિના સૂરમાં રાચી ધારું સત્સંગની રીત
સેના ભગવીના નૂરમાં નાચી પામું  પ્રમુખ પ્રીત
નહીં મરજીવા તોય મળ્યા મૂર્તિ મોતી સૃષ્ટિસર 
ઘેલા મુક્તિના પૂરમહીં રેલું ગુણાતીત હરિ ગીત
 

સહજાનંદી સારીગમ રેલાવી પામું પ્રમુખજી તવ પ્રીત
પામું પ્રેમલ પ્રમુખ તવ પ્રીત

આચાર વિચાર વહેવારે જગ પ્રધાન કીધું જીવતરમાં
વચન વર્તમાન વર્તને વધાવી ધારું શ્રીહરિ મમ ચિત્ત

મોહ માયાનો માર માદક  ના સહેવાતો આ ચોરાશીનો
સદ્ભાવ સેવા શ્વાસે સજાવી ભરવું મારે અંતરિયે અમ્રિત  

પુણ્ય પાપના કરી સરવાળા થાક્યો કર્મના કમ્પ્યુટરમાં 
અહંશૂન્ય થૈ અક્ષર એકડે ગણવું બસ ગુણાતીત ગણિત  

સુખડાં માણતાં દુ:ખડાં આણ્યા  સૌ  સ્વાર્થના  સંબંધમાં
ધર્મ ભક્તિએ ઉર ઉભરાવી જોડું નાતો ‘સ્વ’ભાવ રહિત 

પંગુ કરવા પંચવિષયી પવન વહેતો ગુણના ગગનમાં
આજ્ઞા ઉપાસના પંખ પ્રસારી  ઉડવું  અક્ષરધામ સમીપ
 
પ્રભુ પામવા પ્રમુખ ગુરુ  ના ભટકવું  આ ભવ મંઝિલમાં   
મંદિર કરી મન દિલમહીં  ભજવાં ભાવે શ્રીજી ગુણાતીત

Advertisements
Published in: on જૂન 26, 2008 at 11:14 પી એમ(pm)  ટિપ્પણી આપો  

બાપ્સ સંસ્થા કેરી ચાદર

બાપ્સ સંસ્થા કેરી ચાદર

આજનો (21મી મે) શુભ દિન એટલે પ્રમુખ વરણી દિન. ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ દ્વારા ગુણાતીત ગુરુહરિ શાસ્ત્રીશ્રી નારાયણસ્વરૂપદાસજીની  પ્રમુખ  તરીકેની નિમણૂંકનો દિન. વિશેષ માહિતી માટે આ લિંક પર ક્લિક અવશ્ય કરશો.  http://www.swaminarayan.org/festivals/pramukhvarni/index.htm . અડગ વિશ્વાસ અને અઢળક વ્હાલ ભરીને સંત વિભૂતિ શાસ્ત્રીજી મહારાજે બાપ્સ સંસ્થાનના પ્રમુખની જે ચાદર 28 વર્ષીય સ્વામીશ્રીને ઓઢાડી હતી એમાં ગુરુહરિએ એકે ડાઘ પણ ના પડવા દીધો, બલ્કે ચાર ચાંદ લગાવી વિશ્વભરમાં સનાતન હિન્દુ સંસ્કૃતિની ધજારૂપે ફેલાવી દીધી ને બાલ વડીલ અમીર ગરીબ સહુને એમાં સમાવી લીધા. આજના આનંદના અવસરે હરખઘેલું દિલ  આમ ગાઈ ઉઠે છે…          

શાસ્ત્રીજીએ વ્હાલ વિશ્વાસે ઓઢાડી જે બાપ્સ કેરી ચાદર        
જુઓ એનો પ્રમુખસ્વામીજીએ કીધો કેવો અદકેરો આદર
લાગવા ના દીધો એકે ડાઘ ચમકાવ્યા એમાં ચાર ચાંદ
બાળ વડીલ  ગરીબ  અમીર સમાવ્યા સહુને  થઈ ફાધર
 
વિચર્યા એ તો અહોનિશ આલમ કરી હરિને હેતે આગળ
ઝોળીએ લઈ પેન કાગળ વિસ્તર્યા ક્ષિતિજે મેલી પાદર  
થૈ શ્રવણ લૈ ધર્મ-ભક્તિ કાવડ પીડ પરાઈ ઠેલી પાછળ
સદાચારી સજી પાલવ  ભક્ત-ટોળી કીધી ઘેલી પાગલ
 
સેવા કેરા પરસેવા પાડી  ભીંજવ્યા વ્હાલના વેરી વાદળ
ભીડા રૂપી ભક્તિ ભજાવી દીધા શાશ્વત સુખ કેરા સાગર
મૂર્તિ મહિમાએ મઢ્યા વિરાગ મૂકાવ્યા મદ મોહ મિરાજ  
માયા મઝધારેથી મુક્તિતટે આણ્યા લીલા શા દૈ લાંગર

પ્રેમે પોરી હરિબળ ઝાકળ ધોઈ અમ મમતે મેલી ચાદર
અભાવ અવગુણના કાઢી કાજળ પૂર્યા રંગો પ્રીતિ આદર
રાગરંગ શા રગદોળી રાવણ ગુરુજીએ કીધા કેવા કામણ      
મન દિલ  તો પ્રમુખપ્રેમથી પાવન કરે વંદન કોટિ સાદર

Published in: on મે 21, 2008 at 5:04 એ એમ (am)  ટિપ્પણી આપો  

ફરે શ્રવણ શા અક્ષર અલગારી

ફરે શ્રવણ શા અક્ષર અલગારી

ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ ધર્મ અને ભક્તિથી શણગારેલી એવી કૃપા અને કરુણાની કાવડ લઈને શ્રવણ થઈને દેશ વિદેશે અવિરત વિચરીને ઘર ઘરમાં ને ઘટ ઘટમાં સેવા ને સત્સંગના સંસ્કાર સિંચી હિન્દુ સંસ્કૃતિનું સંવર્ધન કરી રહ્યા છે એ નીરખી ભાવસભર દિલ  આમ ગૂંજી ઊઠે છે…   

 

સંસ્કાર સંવર્ધક શ્રેયસ્કારી ફરે શ્રવણ શા અક્ષર અલગારી
કાંધે કૃપા કેરી કાવડ ધારી શીંકે ધર્મ ભક્તિ છે શણગારી

ભાવે ભક્ત અંતરિયે થોભી લે એ અક્ષરહરિવરની ઝોળી
અવનિ આંગણ ઘરઘર ઘૂમી દે રે ગુણાતીતહરિ કેરી જોડી

દેશ વિદેશ વન ભવન વિચરી લે ભવદર્દી જીવોને ખોળી
ભક્ત-મંડળી પ્રભુ પિયાસી દૂર દૂરથી ઉમટે અક્ષર ઓરી

સંગ સેવાધારી સંતન્ ટોળી પ્રગટપ્રભુને રે દર્શે દેહ ઢોળી
પીએ પ્રમુખપ્રેમ ઘટ ઘોળી કે અક્ષર-અક્ષિ લે ચિત્ત ચોરી

જીવો જીવન પરહિતકારી ઘટ ઘટ પરમને પ્રગટ પ્રમાણી
સ્નેહે વર્તમાનમહીં વર્તાવી વદે વર્તનમાં વણી વેદવાણી 

સેવા હરિ  જનની છે ભક્તિ સજ  એ સાધના દિલ  ઢંઢોળી
બ્રહ્મ થઈ પરબ્રહ્મને પામી  લે મંદિર મન દિલમાં ઝબોળી

Published in: on એપ્રિલ 4, 2008 at 2:04 એ એમ (am)  ટિપ્પણી આપો  

ઓલિયો પ્રગટે છે

ઓલિયો પ્રગટે છે

ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ માગશર સુદ આઠમના આજના શુભ દિને 87મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે  પરાર્થે પળેપળ જીવતા આ ભગવાધારી સંતવિભૂતિ ઓલિયા એવા ગુરુવર અક્ષર પ્રતિ દિલ  આમ અહોભાવ પ્રગટ કરે છે..     

પ્રભુ છે પ્રમુખને પ્રાણથીય પ્યારા ને મંદિરમાં એમના પ્રાણ પ્રગટે છે
મૃત્યુલોકે છો મનુજ રૂપે વિચરતા પ્રભાવમાં પ્રભુ દિવ્યભાવ પ્રગટે છે

વ્યહેવારુ વિચક્ષણ વર્તને વદતા  આચાર વિચારે  સદાચાર પ્રગટે છે
નેહ કુનેહ શ્રાવણમેહ થૈ પલાળતા વેરાન જીવને વનરાવન પ્રગટે છે

વેરતા ફરતા દયા દુઆભરી દ્રષ્ટિ  કૃપા કરુણા નયનો માંહી  છલકે છે
મુખે મલકાતો મહારાજ મહિમા મન વચન કર્મે ગુરુ ગરિમા પ્રગટે છે

પર સેવા કાજ  પરસેવાથી પલડે ને ચહેરે હળવાશ નવરાશ મલકે છે
ખુલ્લી કિતાબ શું સદા જીવતા પાને પાને પ્રવૃત્તિ પરોપકારી પ્રગટે છે

માયામઝધારે શિષ્યજનના સુકાની હેતલ હલેસે ભક્તિ ભરતી વહે છે
લીલા લહેરે લપેટી ઓવારે આણતા દુન્યવી દવે હૂંફ હિમાળો પ્રગટે છે

ભગવાધારી ભોમિયો ભગવાન ધારી સૃષ્ટિસફરે મોક્ષ મંઝિલ બને છે
બસ મન દિલમહીં મંદિર કરવા પ્રમુખ અક્ષર પ્રભુ ઓલિયો પ્રગટે છે

Published in: on ડિસેમ્બર 17, 2007 at 5:37 એ એમ (am)  ટિપ્પણી આપો